તારીખ ૧૮ મે, ૨૦૧૮ ના રોજ જાણીતા સાહિત્યકાર શ્રી રતિલાલ બોરીસાગરના માર્ગદર્શન હેઠળ માતૃભાષા અભિયાને એક નવતર પ્રયોગ/અભિયાન 'પ્રશિષ્ટ સાહિત્યનું સંક્ષિપ્તીકરણ' ના નામે શરૂ કરવામાં આવ્યું જેમાં પ્રશિષ્ટ સાહિત્યના પુસ્તકોને નવી પેઢીને વાચકને ગમે તેવી રીતે ટુંકાણવાળું પણ મૂળ હાર્દ જળવાય તેવી રીતે લખીને નવી પેઢીને આપવું. જેથી વાચકો મૂળ પુસ્તકના ઘણા બધા પૃષ્ઠોની જગ્યાએ પચાસેક પૃષ્ઠમાં તે કૃતિઓને માણી શકે.
પ્રશિષ્ટ સાહિત્યનું સંક્ષિપ્તીકરણની શરૂઆત થઈ તે દિવસે, તારીખ ૧૮ મે, ૨૦૧૮ ના રોજ આ પ્રકલ્પમાં રસ ધરાવનાર લેખકોએ તેમાં ભાગ લીધો હતો. શ્રી રતિલાલ બોરીસાગર દ્વારા હાજર શ્રોતાગણને સંક્ષિપ્તીકરણ કેવી રીતે કરવું, કેટલા પાનામાં કરવું, મુખ્ય કૃતિમાંથી શું રાખવું અને શું કાઢી નાખવું, આ અંગેની ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત કઈ કૃતિઓ સંક્ષિપ્ત થઈ ગઈ છે અને કઈ કૃતિઓ સંક્ષિપ્ત કરવાની બાકી છે તેની યાદી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.