માતૃભાષા અભિયાનની નવી વેબસાઇટમાં આપનું સ્વાગત છે.
 English 

દાદા-દાદીનો ઓટલો

બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત

બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસતો, વાર્તાઓ અને ગીતોથી વડીલોનો અનુભવ બાળકોને વહેંચતો માતૃભાષા અભિયાનનો પ્રથમ દાદા-દાદીનો ઓટલો ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ યોજાયો હતો અને આજે ૧૦ જગ્યાએ દાદા-દાદીનો ઓટલો સફળ રીતે ચાલે છે.

દાદા-દાદીનાં ઓટલાનો મુખ્ય ઉદ્દેશ જે જ્ઞાન જૂની પેઢીના વ્યક્તિ પાસે છે તે આજની નવી પેઢીને આપવાનો, બાળકોને દાદા-દાદીની લાગણીનો અનુભવ કરાવવાનો, પારંપરિક અને વિસરાતી જતી વિરાસતો અને વારસાને દાદા-દાદીનાં કળા-કૌશલ્યના માધ્યમથી જીવંત રાખવાનો અને મુખ્યત્વે હાલની જે પેઢી યુવા અવસ્થામાં છે તેમણે ભાવિ જીવનમાં માતા-પિતા તરીકે બાળકોને ઉચ્ચ સંસ્કાર અને જ્ઞાન તથા કૌશલ્યો આપી શકે તે માટે તૈયાર કરવા.

દાદા-દાદીનાં ઓટલમાં બાળકોને અને બાળકો સાથે તેમના વાલીઓને મળશે જ્ઞાન સાથે ગમ્મત, વાર્તા કથન સાથે કવિતા પઠન, ચિત્ર પરથી વાર્તા, એક વાક્ય પરથી વાર્તાની રચના, અભિનય બાળગીતો, ગુજરાતી જોડકણા, ઉખાણા, કહેવતો, નાટકો, રમતો, વકતૃત્વ, કઠપૂતળી દ્વારા સમજ, પ્રકૃતિ પરિચય, વેસ્ટમાંથી બેસ્ટ, કાગળ કામ, રસોડાના નુસ્ખા, ઔષધીય જ્ઞાન, પારિવારિક સમસ્યાઓ અંગે જ્ઞાન અને સાંસ્કૃતિક પરંપરાઓ તો ખરી જ.

આપ પણ દાદા-દાદીનાં ઓટલા સાથે જોડાઈ શકો છો, બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવતા દાદા-દાદી તારીખે, દાદા-દાદીને મદદ કરતાં ભાઈ બહેન તારીખે અથવા દાદા-દાદીનાં ઓટલામાં આપના બાળકો સાથે જઈને.

વાલીનો ચોતરો: આજના સમયમાં જ્યારે અનેક કુટુંબ વિભક્ત થતાં જાય છે અને મા-પિતાની વ્યસ્તતા વધતી જાય છે ત્યારે યુવાનો અને યુવા વાલી મિત્રો અનેક મૂંઝવણ અને પ્રશ્નોથી ઘેરાયેલા રહે છે ત્યારે દાદા-દાદીનાં ઓટલાની સાથે સાથે વાલીના ચોતરાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં અનુભવી વડીલો (દાદા-દાદી) વાલીઓ સાથે ચર્ચા-વિચારણા અને વિચારોની આપ-લે કરે છે અને મુક્ત મનની આ ચર્ચા અને દાદા-દાદીની અનુભવ સાથેની સલાહથી વાલીઓના મૂંઝવણ અને પ્રશ્નોનું નિરાકરણ આવે છે.

બાળ પુસ્તક પરબ: બાળક પોતાના મનપસંદ પુસ્તક વાંચે તો બાળકને વાંચવાની સુટેવ પડે તે ગણતરી સાથે દાદા-દાદીનો ઓટલાની સાથે જ બાળ પુસ્તકપરબનું આયોજન પણ કરવામાં આવે છે અને તેમાં બાળકોની પુસ્તકો પ્રત્યે રુચિ કેળવાય તેવા ઉત્તમ બાળસાહિત્યના પુસ્તકો બાળકો સુધી પહોંચાડવામાં આવે છે.

દાદા-દાદીના ઓટલાની યાદી જોવા અહિયાં ક્લિક કરો.

મિડીયા ગેલેરી
Dada-Dadi Otalo
Dada-Dadi Otalo
Dada-Dadi Otalo
Dada-Dadi Otalo

પ્રાઇવસી પોલિસી  |  ટર્મ્સ ઓફ યૂઝ  |  કોમેન્ટ ગાઈડલાઇન