પુસ્તકપરબ અને અન્ય સ્રોતમાંથી કેટલાક દુર્લભ પુસ્તકો આવે છે. આવા પુસ્તકો નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ અલગથી વર્ગીકૃત કરી માતૃભાષા અભિયાન દ્વારા સાચવવામાં આવે છે જેમાં વિવેચન, સાહિત્ય, સંગીત, ધાર્મિક, બાળ-સાહિત્ય, મેગેઝિન, નવલકથા, નાટકો વગેરેને લગતા પુસ્તકોનો સમાવેશ થાય છે. 'માતૃભાષા અભિયાન' કાર્યાલય ખાતે લગભગ ૧૦૦ વર્ષ જૂના મુદ્રિત અલભ્ય પુસ્તકો કે જે પુન:મુદ્રિત થવાના ન હોય તેવા ચારસોથી વધુ પુસ્તકો એકત્રિત થયા છે, આ પુસ્તકોને માતૃભાષા અભિયાનના અલભ્ય પુસ્તકાલયમાં રાખવામાં આવે છે. આ દુર્લભગ્રંથો - પુસ્તકો કાયમી ધોરણે સચવાય અને લોકો સુધી પહોંચે તે આશયથી આ પુસ્તકોનું ડિજિટલાઇઝેશન કરીને માતૃભાષા અભિયાનની વેબસાઇટ દ્વારા વાચકો માટે ખુલ્લા મૂકવામાં આવશે. આજ સુધી ૩૬ પુસ્તકોનું ડિજિટલાઇઝેશન થયું છે.
ડિજિટલાઇઝેશન થયેલા પુસ્તકો ટુંક સમયમાં આપને 'ઇ-પુસ્તક પરબ' વાંચવા મળશે.