ગુજરાતી ભાષા અને બાળસાહિત્યનું જતન થાય એ માટેના નમ્ર પ્રયાસ રૂપે બાળસભા જામનગરની મ્યુનિસિપલ હાઇસ્કૂલ, દેવરાજ દેપાળ બિલ્ડીંગ, એસ.ટી.બસ સ્ટેન્ડ રોડ ખાતે દર મહિને બીજા અને ચોથા રવિવારે સવારે ૧૦ થી ૧૨ ના સમય દરમ્યાન કવિ શ્રી કિરીટ ગોસ્વામી દ્વારા માતૃભાષા અભિયાનવતી આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકોને કવિ શ્રી કિરીટ ગોસ્વામી દ્વારા બાળસાહિત્ય પીરસવામાં આવે છે.
જામનગરનાં ૬ થી ૧૪ વર્ષનાં બાળકોને આ બાળસભામાં હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવે છે. ચિત્ર, સંગીત, સાહિત્ય, વકતૃત્વ, અભિનય વગેરે કલા તરફ બાળકોની રુચિ વધે તેનો આ બાળસભામાં પ્રયત્ન કરવામાં આવે છે અને આ કલાઓમાં આગળ વધેલા બાળકોને અહીં મંચ આપવામાં આવે છે.
હાલ જામનગરથી શરૂ થઈ રહેલી આ બાળસભા આગળ જતાં ગુજરાતના દરેક શહેરમાં લઈ જવાની માતૃભાષા અભિયાનની ગણતરી છે, જો આપ આપના શહેરમાં બાળસભા કરવા માંગતા હોય તો માતૃભાષા અભિયાનનો સંપર્ક કરવા વિનંતી.