માતૃભાષા અભિયાનનું ગ્રંથમંદિર એટલે નાનું શેરી પુસ્તકાલય. માતૃભાષા અભિયાન સંસ્થાના એક સક્રિય પ્રકલ્પ (પ્રવૃત્તિ) તરીકે ગ્રંથમંદિરની શરૂઆત તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ કરવામાં આવી અને અત્યારે સમગ્ર ગુજરાતમાં કુલ ૩૩ ગ્રંથમંદિર કાર્યરત છે અને ખૂબ જ ઝડપથી તેની સંખ્યા વધી રહી છે. માતૃભાષા અભિયાન ગ્રંથમંદિરમાં પુસ્તકોમાં શિષ્ટ અને ઉત્તમ પ્રકારનું સાહિત્ય રાખવામાં આવે છે જેમાં નવલકથા, નિબંધસંગ્રહ, કાવ્યસંગ્રહ, વાર્તાસંગ્રહ, આત્મકથા, જનરલ નોલેજ, બાળકોને લગતા પુસ્તકો, પ્રેરણાત્મક સાહિત્ય વગેરેનો સમાવેશ થાય છે.
માતૃભાષા અભિયાન ગ્રંથમંદિરનો લાભ લેવા માટે વાચકે પોતાનો રહેઠાણનો પુરાવો આપીને ગ્રંથમંદિરના સભ્ય બનવું પડે છે અને પોતાનું આઈકાર્ડ મેળવવું પડે છે પછી તેઓ ૨૧ દિવસના સમય ગાળાની અવધી સાથે ગ્રંથમંદિરમાંથી પુસ્તક વાંચવા લઈ જઈ શકે છે, પછી પુસ્તક પરત કરવાનું હોય છે. પુસ્તક પરબનો આશય લોકોને ઘર આંગણે ઉત્તમ વાંચન સામગ્રી ઉપલબ્ધ થાય તે જ છે.