માતૃભાષા અભિયાનની નવી વેબસાઇટમાં આપનું સ્વાગત છે.
 English 

ગુજરાતી જાતે શીખો

Learn Gujarati Yourself

CLICK HERE TO READ THIS PAGE IN ENGLISH

CLICK HERE TO READ IN ENGLISH

ગુજરાત સરકાર જ્યારે સમગ્ર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપી રહી છે ત્યારે છે ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે તેમજ અનેક વિદેશી સંશોધકો જે ગુજરાતમાં આવીને ગુજરાતને ધ્યાનમાં રાખીને સંશોધન કરતા હોય તેમના માટે ઓળખાણ, સામાન્ય વાતચીત અને આવાગમન માટે જરૂર (ખપ) પૂરતી ગુજરાતી ભાષા શીખવવાની વ્યવસ્થા ઊભી કરવી જ જોઈએ. તેમજ અનેક ગુજરાતીઓ અન્ય રાજ્યો અને દેશોમાં સ્થાયી વસવાટ કરે છે અને એમની બીજી કે ત્રીજી પેઢી તેમની પોતાની માતૃભાષાથી વંચિત રહે છે. આવી વ્યક્તિઓ જો પોતાના સંસ્કારોના જતન માટે; પોતાની સંસ્કૃતિના જતન માટે નવી પેઢી ગુજરાતી શીખવા માગતી હોય તો તેમના માટે ગુજરાતી શીખવાની વ્યવસ્થા તો હોવી જ જોઈએ અને વ્યવસ્થા પણ એવી જે નવી પેઢીને તેમના મનગમતા ટેકનિકલ માધ્યમ પર ઉપલબ્ધ હોય, સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં હોય અને ઓછા સમયમાં ગુજરાતી શીખવાડતી હોય.

આજ વિચાર સાથે ભાષા નિયામકશ્રી, ગુજરાત સરકારની પ્રેરણાથી માતૃભાષા અભિયાને જાતે ગુજરાતી શીખવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુજરાતી અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને 'Gujarati Online' (ગુજરાતી ઓનલાઈન) પોર્ટલ ઉપર મૂક્યો છે. ૬૦ કલાકના આ અભ્યાસક્રમમાં ૩૨ અલગ-અલગ પાઠ (પ્રકરણ/ચેપ્ટર) છે, જેની મદદથી વાતચીત અને રોજબરોજ માટે જરૂરી ગુજરાતી બોલવાનું અને વાંચવાનું સરળતાથી શીખી શકાય છે.

આ પોર્ટલની આર્થિક સહાય માટે આભાર:
અભ્યાસક્રમ તૈયાર કરવા માટે આભાર:

અરવિંદ ભાંડારી

નિવૃત્ત પ્રાધ્યાપક, ભાષાવિજ્ઞાની ...

વધુ જાણવા અહિયાં ક્લિક કરો!
  

ડૉ. પિંકી શાહ પંડયા

પ્રાધ્યાપક, ભાષાવિજ્ઞાની ...

વધુ જાણવા અહિયાં ક્લિક કરો!

પ્રાઇવસી પોલિસી  |  ટર્મ્સ ઓફ યૂઝ  |  કોમેન્ટ ગાઈડલાઇન