માતૃભાષા અભિયાનની નવી વેબસાઇટમાં આપનું સ્વાગત છે.
 English 

પુસ્તક પરબ

દરેક મહિનાના પ્રથમ રવિવારે

માતૃભાષા અભિયાન દ્વારા ચાલતી પુસ્તકપરબનો પ્રકલ્પ (પ્રવૃત્તિ) ખૂબ જ ઝડપથી લોકપ્રિય થયો છે. હાલમાં અમદાવાદમાં અને અમદાવાદની બહાર સમગ્ર ગુજરાતમાં કુલ ૧૮૨ પુસ્તકપરબનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. દરેક મહિનાના પ્રથમ રવિવારે સવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ પુસ્તક પરબનું આયોજન ઓકટોબર - ૨૦૧૩માં કરવામાં આવ્યું હતું અને હાલમાં ઓકટોબર ૨૦૨૩ ના પ્રથમ રવિવારના રોજ કેટલીક પુસ્તક પરબોએ અગિયારમાં વર્ષમાં પ્રવેશ કર્યો. સફળતાના આ અગિયાર વર્ષમાં પુસ્તક પરબના કાર્યવાહકની મહેનત, દાતાઓનો સહકાર અને વાચકોના પ્રેમના કારણે માતૃભાષા અભિયાન - પુસ્તક પરબ દ્વારા આજે ઓકટોબર ૨૦૨૩ સુધી આશરે દસ લાખ પચાસ હજારથી વધુ શિષ્ટ સાહિત્યનાં પુસ્તકોની આપ-લે થયેલ છે.

પુસ્તકપરબનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વચન પ્રત્યે જાગૃતિ વધારવાનો, સારું સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનો, નવી પેઢીને ગુજરાતી સાહિત્ય સાથે જોડાવાનો અને દરેક વ્યક્તિ વધારે ને વધારે પુસ્તકો વાંચે તે જ છે. પુસ્તકપરબની મુલાકાતે આવતા દરેક વાચક એક સમયે બે પુસ્તક વાંચવા માટે લઈ જઇ શકે છે, વાંચી લીધા પછી પાછા પણ આપી શકે છે અથવા જેમને વાંચવાની ઇચ્છા હોય તેમને આપી શકે છે, અથવા મહિનાના પહેલા રવિવારે પુસ્તકપરબમાં પરત પણ આપી શકે છે.

આપ પણ માતૃભાષા અભિયાન-પુસ્તકપરબ સાથે જોડાઈને પ્રવૃત્તિને વેગ આપી શકો છો, આપ પુસ્તક પરબમાં નવલકથા, નિબંધસંગ્રહ, કાવ્યસંગ્રહ, વાર્તાસંગ્રહ, આત્મકથા, જનરલ નોલેજ, બાળકોને લગતા પુસ્તકો, પ્રેરણાત્મક સાહિત્ય વગેરે શિષ્ટ સાહિત્ય ભેટમાં આપી શકો છો, આપના રહેઠાણની નજીકની કોઈ પણ પુસ્તક પરબ સાથે જોડાઈને ત્યાં સેવા આપી શકો છો અથવા આપના રહેઠાણની નજીક પુસ્તક પરબ પણ શરૂ કરી શકો છો. પુસ્તક પરબ સાથે જોડાવા માટે અહિયાં ક્લિક કરીને 'અમારી સાથે જોડાવ' પેજ ઉપર જઈને અમારો સંપર્ક કરો, અન્ય કોઈ રીતે માતૃભાષા અભિયાન સાથે જોડાવવા માટે અહિયાં ક્લિક કરીને 'ડોનેટ' પેજ પરથી વધારે માહિતી મેળવો.

પુસ્તક પરબની યાદી જોવા અહિયાં ક્લિક કરો.

મિડીયા ગેલેરી
Pustak Parab
Pustak Parab
Pustak Parab
Pustak Parab

પ્રાઇવસી પોલિસી  |  ટર્મ્સ ઓફ યૂઝ  |  કોમેન્ટ ગાઈડલાઇન