માતૃભાષા અભિયાન દ્વારા વર્ષ ૨૦૧૬ થી 'ભાષાશિક્ષણમાં નવતર પ્રયોગ પરિસંવાદ' નું આયોજન કરવામાં આવે છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી ગુજરાતી ભાષાના શિક્ષકોને આમંત્રિત કરવામાં આવે છે. જેમાં તેઓ તેમના દ્વારા શાળા કક્ષાએ ગુજરાતી વિષયના અધ્યયન-અધ્યાપન માટે કરેલાં નવતર પ્રયોગો સંશોધન રજૂ કરે છે. તેનાથી વિદ્યાર્થીઓને થયેલા ફાયદા અને આ પ્રયોગને વધુ સારી રીતે કેવી રીતે કરી શકાય તેના પર ચર્ચા કરે છે જેનાથી અન્ય શિક્ષકોને પણ ફાયદો મળે. કાર્યક્રમના અંતમાં શિક્ષકોને માતૃભાષા અભિયાન દ્વારા પ્રયોગ રજૂ કરવા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૬ થી અત્યાર સુધીમાં ૧૩૪ શિક્ષકો દ્વારા ભાષાનાં નવતર પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે. જો આપ પણ ગુજરાતી ભાષાના પ્રયોગશીલ શિક્ષક હોવ તો, વેબસાઇટના સંપર્ક/કોન્ટેક પેજ દ્વારા માતૃભાષા અભિયાનનો સંપર્ક કરો.