માતૃભાષા અભિયાન દ્વારા દર મહિને ‘ગોઠડી’નું આયોજન કરવામાં આવે છે અને ઓકટોબર ૨૦૨૩ સુધીમાં માતૃભાષા અભિયાન દ્વારા ૩૦ સફળ ગોઠડીનું આયોજન કરવામાં આવ્યું છે. ગોઠડી એટલે વાતચીત, અને નામ પ્રમાણે માતૃભાષા અભિયાન 'ગોઠડી' માં ખ્યાતનામ પ્રતિભા કે વિષય નિષ્ણાતનું કોઈ એક વિષય ઉપર વાર્તાલાપ અને રસપ્રદ વક્તવ્ય ગોઠવવામાં આવે છે. ૪૫ થી ૯૦ મિનિટ ચાલતી ગોઠડીમાં સાહિત્ય, કલા, ચિકિત્સા, વિજ્ઞાન જેવા વિષયોની વિવિધતા સાથેનો વાર્તાલાપ ગુજરાતીમાં કરવામાં આવે છે જેથી દરેક વ્યક્તિ સરળતાથી ગોઠડીમાં જોડાઈ શકે અને વિષયને જાણી-સમજી શકે. માતૃભાષા અભિયાન ગોઠડી માણવાની-અનુભવવાની વાત છે, આપને આમંત્રણ છે કે આપ ગોઠડીમાં ચોક્કસ આવશો.