માતૃભાષા અભિયાનનાં “વિશિષ્ટ શિક્ષક સન્માન” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૧૩ થી હાલ સુધીમાં ગુજરાતી વિષયનું પ્રયોગશીલ અધ્યાપન કુલ 29 શિક્ષકોનું શાલ, સ્મૃતિચિહ્ન અને રોકડ રકમ ઈનામ આપીને સન્માન કરવામાં આવ્યું છે, તેમજ કુલ ૬ લેખકોનું પણ સન્માન કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ પ્રકલ્પનો ધ્યેય ફકત એટલો જ છે કે ગુજરાતી ભાષાના શિક્ષકો અને લેખકો ગુજરાતી ભાષા માટે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદાન કરે તથા પ્રોત્સાહિત થાય અને તેના દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરે અને વાચકને ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય વાંચવા મળે.