માતૃભાષા અભિયાન દ્વારા દર મહિને 'પરસ્પર'નું આયોજન કરવામાં આવે છે. ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૬થી શરૂ કરવામાં આવેલ આ શૃંખલામાં ઓક્ટોબર ૨૦૨૩ સુધી ૨૭ કાર્યકમોનું આયોજન થયું છે. 'પરસ્પર' એટલે આસ્વાદલક્ષી વાર્તાલાપો અને નામ પ્રમાણે જ માતૃભાષા અભિયાન - પરસ્પરમાં ખ્યાતનામ કલામર્મજ્ઞો તથા સાહિત્યકારોને બોલાવવામાં આવે છે તેઓની સાથે સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિઓનું વાંચન-પઠન, વાચિકમ અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે જેથી શ્રોતાઓમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને અન્ય લલિતકલા પ્રત્યે પ્રેમ જાગે અને તેના પ્રત્યે તેમની રુચિ કેળવાય. દરેક સાહિત્ય પ્રેમીને માતૃભાષા અભિયાન 'પરસ્પર'માં જોડાવવા આમંત્રણ છે.