બાળકો માટે ગુજરાતીમાં ઉત્તમ પ્રકારનું, બાળકોને ગમે તેવું બાળસાહિત્ય તૈયાર થાય તે હેતુથી માતૃભાષા અભિયાન દરેક મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે "બાળસાહિત્ય શનિસભા"નું આયોજન કરે છે જેમાં બાળસાહિત્યના લેખકો અને કવિઓ પોતાની અપ્રકાશિત કૃતિઓ અને રચનાઓ અન્ય નવા તેમજ અનુભવી બાળ-સાહિત્યકારો સમક્ષ રજૂ કરે અને પછી તે કૃતિ ઉપર મુક્ત મને ચર્ચા કરવામાં આવે છે જેથી ચર્ચા અને સકારાત્મક ટિપ્પણીના અંતે ઉત્તમ કૃતિ તૈયાર થઈ શકે, અને આવતી પેઢીના બાળકોને ગુજરાતી ભાષામાં ઉત્તમ બાળસાહિત્ય મળે. ઓકટોબર ૨૦૨૩ સુધીમાં કુલ ૧૫૯ સફળ બાળસાહિત્ય શનિસભા યોજાઈ ગઈ. આપ પણ બાળસાહિત્ય સાથે સંકળાયેલા હોય અથવા બાળકો માટે કંઈક લખવા માગતા હોવ તો બાળસાહિત્ય શનિસભામાં આપનું સ્વાગત છે.
બાળ સાહિત્ય શનિસભામાં બાળસાહિત્યકારો દ્વારા જે અપ્રકાશિત કૃતિઓ અને રચનાઓ રજૂ કરવામાં આવે છે, તેમાંથી ચયન કરેલ કૃતિઓનો સમાવેશ ‘બાલઆનંદ’માં કરવામાં આવે છે.