શ્રી રાજેન્દ્રભાઈ પટેલ
૩૨ પ્રકાશિત પુસ્તકો સાથે ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, વિવેચક, નિબંધકાર, અનુવાદક | ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ ઉપપ્રમુખ | અનુવાદ પ્રતિષ્ઠાન, ગૂજરાત વિદ્યાપીઠના ડાયરેક્ટર | રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, અમદાવાદ ના કાર્યાધ્યક્ષ | ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (સેરેબ્રલ રૂટ્સ ફાઉન્ડેશન)ના માર્ગદર્શક | માતૃભાષા અભિયાનના ટ્ર્સ્ટી | રાષ્ટ્રભાષા હિન્દી કોલેજના ટ્ર્સ્ટી અને સંચાલક | વાંચે ગુજરાત અભિયાન, ગાંધીનગરના સહમંત્રી | ૧૮૫૦થી પ્રકાશિત થતા બુદ્ધિપ્રકાશ સામયિકના માનદ સંપાદક
શ્રી સમકિત શાહ
ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (સેરેબ્રલ રૂટ્સ ફાઉન્ડેશન)નાં સહ-સંસ્થાપક | વિશ્વની સૌથી મોટી વિદ્યાર્થીઓ દ્વારાચલાવાતી સંસ્થા AIESECની લોકલ કમિટિના પૂર્વ પ્રેસિડેન્ટ | માતૃભાષા અભિયાનના ટ્ર્સ્ટી | ગુજરાતની પ્રથમ ભાષા અને અનુવાદ સેવાઓની કંપની 'લિંગ્વાસ્ટિક'ના સ્થાપક | કોપ ઇનિશ્યટિવઝ (સીવણ કામ થી બનેલા ઇકો ફ્રેન્ડલી અને નૈતિક ઉત્પાદનો દ્વારા ટકાઉ રોજગાર આપતી સંસ્થા)ના સ્થાપક
શ્રી શ્યામ પારેખ
ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના સ્થાપક અને ડિરેક્ટર | અંગ્રેજી અખબાર DNAના પૂર્વ તંત્રી | ભારતીય વિદ્યાભવન સંચાલિત હરિલાલ ભગવતી અને રાજેન્દ્ર પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર | શ્રીમતી શેણી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી | માતૃભાષા અભિયાનના ટ્ર્સ્ટી
શ્રી મયંક ઉપાધ્યાય
ભારતીય સમુદાય શિક્ષણ સંઘના ટ્ર્સ્ટી | યુવક વિકાસ ટ્ર્સ્ટના ટ્ર્સ્ટી | માતૃભાષા અભિયાનના ટ્ર્સ્ટી
શ્રી મંદાબેબહેન પરીખ
ભારતીય સમુદાય શિક્ષણ સંઘના ટ્ર્સ્ટી | યુવક વિકાસ ટ્રસ્ટના ટ્ર્સ્ટી | નૂતન કેળવણી ટ્રસ્ટ, વડોદરાના ટ્ર્સ્ટી | સોચ સંસ્થા (Soach NGO) ના ટ્ર્સ્ટી | ગ્રામીણ વિકાસ અને સંચાલન સંસ્થા (Rural dev.and Management Institute)ના ડાયરેક્ટર | માતૃભાષા અભિયાનના ટ્ર્સ્ટી | નશાબંધી મંડળમાં કાર્યરત
ડૉ. અરવિંદ ભાંડારી
ભાષાવિજ્ઞાની, ગુજરાતી ભાષાશિક્ષણમાં રસ. ૧૫થી વધુ વર્ષ શિક્ષકોને ભાષાશિક્ષણની તાલીમ આપેલ છે. પાઠ્યપુસ્તક લેખક-સંપાદક અને વિષય સલાહકાર. વિજ્ઞાન વિભાગ, નિવૃત્ત અધ્યાપક, યુનિવર્સિટી, અમદાવાદ.
શ્રી યશવંત મહેતા
19 જૂન 1938ને દિવસે લીલાપુર, જિ- સુરેન્દ્રનગર ખેડૂત દંપતીને ઘેર જન્મેલા યશવંત મહેતા બી.એ. વિનીત (હિન્દી) ભણેલાં છે. 1959 થી 30 વર્ષ ગુજરાત સમાચારમાં ઝગમગ, શ્રી રંગ, આસપાસ જેવા સામયિકોના સફળ સંપાદક અને 500 જેટલા નાનાં મોટા પુસ્તકોનાં લેખક છે. જેમાંથી 400 જેટલા બાળસાહિત્યના, 32 નવલકથાના અને 70 જેટલા વિજ્ઞાનનાં પુસ્તકો છે.
શ્રી હસિત મહેતા
ગુજરાતી ભાષાના જાણીતા સંશોધક અને વિવેચક છે. તેઓ નડિયાદમાં આવેલી UTS સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજમાં આચાર્ય છે. તેઓ હાસ્યસાહિત્યના અભ્યાસુ છે, તેમણે બકુલ ત્રિપાઠીનાં હાસ્યસાહિત્ય પર નોંધપાત્ર કામ કર્યુ છે. તેમનામાં સાહિત્ય અને શિક્ષણનો સંગમ જોવા મળે છે. તેઓ સાહિત્યિક, શૈક્ષણિક અને સામાજિક રીતે કાર્ય કરતી ઘણી સંસ્થાઓને પોતાની સેવાનો લાભ આપે છે.
ડૉ. પિંકી પંડયા
ગુજરાતી, ભાષાવિજ્ઞાનના અધ્યાપક; ગુજરાતી વ્યાકરણ, ભાષાશિક્ષણમાં વિશેષ રસ; પાઠ્યપુસ્તકમાં પાઠ તથા વ્યાકરણવિષયક લેખન; ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગુજરાતી વિશ્વકોશમાં અધિકરણલેખન; ગુજરાતી સાહિત્ય પરિષદમાં માતૃભાષા સંવર્ધન વર્ગના પૂર્વ સહસંયોજક; ગુજરાત વિશ્વકોશમાં પ્રૂફવાચનના વર્ગના સંયોજક
શ્રી મનિષ પાઠક
કવિ,ઓમ કોમ્યુનિકેશન સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટી છે.
શ્રી ભાવિન શેઠ
માતૃભાષા સાથે લગાવ અને તેના માટે થતાં કામ કરવા માટે ઉત્સાહી. ક્રિયેટિવ ગ્રૂપ ઑફ કલ્ચરલ એએક્ટિવિટીઝના સ્થાપક. માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગેજી પ્રોજેક્ટમાં કાર્યરત.
શ્રી જુમના સમકિત શાહ
જુમના શાહ એક પત્રકાર છે, હાલમાં ઈન્ડિયા ટુડે મેગેઝિન સાથે સિનિયર એસોસિયેટ એડિટર તરીકે કામ કરે છે. તેઓ કોલેજોમાં પત્રકારત્વ ભણાવે છે અને પોતે એક ફલપ્રદ લેખક છે. તે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના સ્થાપકો અને નિર્દેશકોમાંના એક છે.
શ્રી મનહર ઑઝા
ગુજરાતી ભાષામાં કવિતાઓ, નવલકથાઓ, વાર્તાઓ, પ્રેરક સાહિત્ય, નિબંધો, બાળવાર્તાઓ, બાળગીતો, બાળનાટકો, કૉલમ, ફિલ્મ, વેબસીરિઝ વગેરેમાં લેખન. અત્યાર સુધીમાં 43 પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગુજરાતી લેખક, ગુજરાતી સાહિત્ય પરિષદ, માતૃભાષા તેમજ ગુજરાત યુનિ. ના મલ્ટીમીડિયા કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ સાથે જોડાયેલાંછે. અત્યાર સુધીમાં સાહિત્યના છ જેટલાં એવોર્ડ પ્રાપ્ત થયાં છે.ઓડિયો વિઝ્યુઅલ માધ્યમમાં દસ વર્ષનો અનુભવ. આકાશવાણીના માન્ય લેખક છે અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમમાં લેખક-દિગ્દર્શક તરીકે કામ કરી રહ્યાં છે.
શ્રી પ્રશાંત રાવલ
લેખક, દિગ્દર્શક, અભિનેતા, (સ્ટેજ ટીવી ફિલ્મ ) આકાશવાણી, દૂરદર્શન માન્ય કલાકાર. લેખન : નાટક, રેડિયોનાટક, શેરીનાટક, સ્કિટ, એક પાત્રીય અભિનય, નૃત્ય નાટિકા, ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી, વાર્તા, ગીતો લખું છું.રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ અનેક મલ્ટીમીડિયા કાર્યક્રમોમાં લેખન દિગ્દર્શન અભિનય કરેલ છે.
શ્રી ઋષિ પંડયા
ઇતિહાસ, કલા, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રેમી | વિજ્ઞાન, ટેકનોલોજી સમર્થક | શોખિયા લેખક અને ફોટોગ્રાફર | ગુજરાતી વેપારી | ગૌરવપૂર્ણ ભારતીય નવી પેઢીને જેમ સાદા કાગળ અને રૂપિયાની નોટ વચ્ચેનો ફરક ખબર છે, જેમ તેઓને ૫૦૦ અને ૨૦૦૦ ની નોટમાં કોનું મહત્વ વધારે તે ખબર છે, જેમ તેમને પોતાની બચતનું મહત્ત્વ ખબર છે તેમ મારે નવી પેઢીને તેમના વારસા, સાહિત્ય અને ભાષાનું મહત્ત્વ મુખ્ય ટેકનોલોજીના માધ્યમથી સમજાવવું છે. જો તેઓ જાણતા હશે કે આ બધું મારું છે અને તેનું કેટલું મહત્ત્વ છે તો તેઓ તેનું જતન કરશે.
શૈલજા પટેલ આનંદજીવાલા
અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક, ફોટોગ્રાફર, ચિત્રકાર અને માતૃભાષા અભિયાનના સક્રિય કાર્યવાહક.
માતૃભાષા અભિયાનના કાર્યવાહકોની યાદી તૈયાર થઈ રહી છે, આપને કાર્યવાહકોની યાદી ૧૫મી ડીસેમ્બર, ૨૦૨૩ પછી અહિયાં જોવા મળશે.