માતૃભાષા અભિયાન આપ તરફથી ફક્ત નાણાકીય દાનની અપેક્ષા ન રાખતા આપને અન્ય રીતે પણ માતૃભાષા અભિયાનની પ્રવૃત્તિઓ સાથે જોડાઈને ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે કંઈક કરવાનો અવસર આપે છે. આપ શ્રમદાન, સમયદાન, સ્થળદાન, પુસ્તકદાન કરીને પણ પણ માતૃભાષા અભિયાન સાથે જોડાઈ શકો છો.
શ્રમદાન/સમયદાન: માતૃભાષા અભિયાન ની ઘણી બધી પ્રવૃત્તિઓ (પ્રકલ્પો) છે, જેમકે પુસ્તક પરબ, દાદા-દાદીનો ઓટલો, વગેરે તેમાં તેમને સમય આપનાર અને પ્રવૃત્તિને લોકો સુધી લઈ જનાર કાર્યવાહક (કાર્યકરો) ની જરૂર પડે છે. આપ માતૃભાષા અભિયાન ની આ પ્રવૃત્તિ સાથે જોડાઈને ગુજરાતી ભાષા અને સાહિત્ય ને લોકો સુધી લઈ જવામાં મદદ કરી શકો છો. માતૃભાષા અભિયાન ની પ્રવૃત્તિઓ સાથે જોડાવવા માટે ઉંમરનો કોઈ બાધ નથી, આપ કોઈ પણ ઉંમરમાં માતૃભાષા અભિયાન સાથે જોડાઈ શકો છો અને શ્રમદાન/સમયદાન કરી કરી શકો છો.
સ્થળદાન: માતૃભાષા અભિયાન ની પુસ્તક પરબ, દાદા-દાદીનો ઓટલો જેવી પ્રવૃત્તિઓ જાહેર બગીચા જેવા સ્થળો પર યોજાય છે પરંતુ ગોઠડી, પરસ્પર, બાળસાહિત્ય શનિસભા, ગ્રંથમંદિર, અલભ્ય પુસ્તકાલય, વગેરે જેવી પ્રવૃત્તિઓ (પ્રકલ્પો) માટે સ્થળની જરૂર પડે છે. આપ કે આપની સંસ્થા જરૂરત સમયે સ્થળની વ્યવસ્થા/સ્થળદાન કરી શકે તેમ હોય તો આપ માતૃભાષા અભિયાન સાથે સ્થળ દાનના માધ્યમથી પણ જોડાઈ શકો છો.
પુસ્તકદાન: માતૃભાષા અભિયાનની પ્રવૃત્તિ (પ્રકલ્પ) પુસ્તક પરબ દરેક મહિનાના પ્રથમ રવિવારે ગુજરાતમાં અનેક સ્થળે યોજાય છે અને એક પુસ્તક પરબમાં એક જ દિવસમાં લગભગ ૭૦ થી ૮૦ પુસ્તકો માતૃભાષા અભિયાન વાચકોને વિનામૂલ્યે આપે છે. પુસ્તક પરબ માં વાચકોની માંગને પહોંચી વળવા તેમજ તેઓને ગમતા વિષયના પુસ્તકો તેઓ સુધી પહોંચાડવા માટે પુસ્તક પરબ માં સતત નવા પુસ્તકો ઉમેરવા પડે છે. આપ માતૃભાષા અભિયાન ને પુસ્તક પરબ કે ગ્રંથમંદિર/પુસ્તકાલય માટે (નવલકથા, નિબંધસંગ્રહ, કાવ્યસંગ્રહ, વાર્તાસંગ્રહ, આત્મકથા, જનરલ નોલેજ, બાળકોને લગતા પુસ્તકો, પ્રેરણાત્મક સાહિત્ય વગેરે) પુસ્તકોનું દાન કરીને માતૃભાષા અભિયાન સાથે જોડાઈ શકો છો. ઉપરાંત આપની પાસે જો કોઈ દુર્લભ પુસ્તક હોય તો આપ માતૃભાષા અભિયાન ના અલભ્ય પુસ્તકાલય માટે તેનું પુસ્તકદાન કરી શકો છો.
UPI થી નાણાકીય દાન આપવા માટે નીચેનો QR કોડ સ્કેન કરો:
UPI થી નાણાકીય દાન આપવા માટે નીચેનો QR કોડ સ્કેન કરો:
નોંધ લેશો: માતૃભાષા અભિયાનમાં આપવામાં આવેલ નાણાકીય દાન આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80G હેઠળ કરમુક્તિ મેળવવા પાત્ર છે.