માતૃભાષા અભિયાનની નવી વેબસાઇટમાં આપનું સ્વાગત છે.
 English 

બાલઆનંદ

બાળ વાચકો માટે ગુજરાતી સામાયિક

નવી પેઢીના બાળ વાચકોને ઉત્તમ પ્રકારનું બાળ સાહિત્ય મળે અને નવી પેઢીના/નવા બાળસાહિત્યકારોને તેઓની રચના અને કૃતિ પ્રકાશિત કરવા માટે મંચ પૂરું પાડવા માટે માતૃભાષા અભિયાને 'બાલઆનંદ' સામાયિકની શરૂઆત થોડા સમય પહેલા કરી છે, પાંચ જેટેલી ડિઝીટલ આવૃત્તિ પછી તારીખ ૧૨/૧૧/૨૦૨૩ ને દિવાળીના રોજ 'બાલઆનંદ' ત્રૈમાસિક તરીકે પ્રગટ કરવાનું શરૂ કર્યું છે. ત્રૈમાસિક “બાલઆનંદ”ની છૂટક નકલની કિંમત રૂ.50/- (કુરિયરથી રૂ. 70/-) અને વાર્ષિક લવાજમ રૂ.180/- (કુરિયરથી રૂ.250/-) છે.

બાળ સાહિત્ય શનિસભામાં બાળસાહિત્યકારો દ્વારા જે અપ્રકાશિત કૃતિઓ રજૂ કરવામાં આવે છે, તેમાંથી ચયન કરેલ કૃતિઓનો સમાવેશ ‘બાલઆનંદ’માં કરવામાં આવે છે. બાલઆનંદના તંત્રી પીઢ સાહિત્યકાર અને ‘ઝગમગ’ તથા જૂના ‘બાલઆનંદ’ના સંપાદક યશવંત મહેતા છે, સંપાદક મંડળમાં જાણીતા બાળસાહિત્યકાર એવા કિશોર પંડયા, મનહર ઑઝા, ગિરીમા ઘારેખાન છે.

બાલઆનંદનું લવાજમ ભરવા માટે માતૃભાષા અભિયાનનો સપર્ક કરો.

પ્રાઇવસી પોલિસી  |  ટર્મ્સ ઓફ યૂઝ  |  કોમેન્ટ ગાઈડલાઇન