માતૃભાષા અભિયાનની નવી વેબસાઇટમાં આપનું સ્વાગત છે.
 English 

ગોઠડીમાં ડૉ. પી. એસ. ઠક્કર (નિવૃત્ત વૈજ્ઞાનિક ISRO)

તારીખ: ૦૯/૦૯/૨૦૨૩
Balsahitya Shanisabha
Balsahitya Shanisabha
Balsahitya Shanisabha
Balsahitya Shanisabha

તા. ૦૯-૦૯-૨૦૨૩, શનિવારનાં રોજ માતૃભાષા અભિયાનની & quot; ગોઠડી & quot; માં ડૉ. પી. એસ. ઠક્કર (નિવૃત્ત વૈજ્ઞાનિક ISRO) પધાર્યા હતા. તેમણે સરળ ગુજરાતી ભાષામાં “ચંદ્રયાન અને લુપ્ત સરસ્વતી નદી” વિશે લુપ્ત સરસ્વતી નદીના ઇતિહાસથી માંડીને ભવિષ્યમાં શું કરી શકાય વગેરે વાત કરી હતી તેમજ ચંદ્રયાનની શરૂઆતથી લઈને કેમ, કેવી રીતે, ક્યાં, કેટલી સફળતા મળી, તેનો શું ફાયદો થયો વગેરે માહિતી પણ તેઓએ આપી, ભવિષ્યમાં આ બધી જ ટેકનોલોજી કેવી રીતે આપણને, આવતી પેઢીને અને દેશને કામ લાગશે તે પણ તેઓએ સમજાવ્યું હતું. સાથે સાથે તેઓએ અવકાશ અને ઇસરોમાં વપરાતી બીજી ટેકનોલોજી અને ઇસરોના સોલર પ્રોજેક્ટ ઉપર પણ સરળ ગુજરાતી ભાષામાં વાત કરી. આ કાર્યક્રમ માતૃભાષા અભિયાનના ઉપક્રમે થયો હતો.જેમા દરેક ઉંમરના શ્રોતાઓએ ભાગ લીધો હતો, શ્રોતાઓ દ્વારા થયેલ પ્રશ્નોત્તરીના વક્તા દ્વારા સચોટ જવાબો આપવામાં આવ્યાં હતા. એકદંરે ખૂબ જ સરસ ગોઠડી થઈ.

ડૉ. પી. એસ. ઠક્કર (નિવૃત્ત વૈજ્ઞાનિક ISRO) નો ટૂંકો પરિચય:

ડૉ. પ્રભુભાઈ ઠક્કરનો જન્મ 9 ઓક્ટોબર, ૧૯૫૦ ના રોજ ગુજરાત, રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદ પર ત્રિભેટે આવેલા રાજસ્થાનના નાનકડા ગામ બાખાસરમાં થયો હતો.

પ્રાથમિક તથા હાઈ સ્કૂલનું શિક્ષણ તેમણે હાલના પાટણ જિલ્લાના વારાહી ગામમાં મેળવ્યું હતું. ત્યારબાદ અમદાવાદમાં એમ. જી. સાયન્સ કૉલેજમાંથી વનસ્પતિ-પ્રાણી શાસ્ત્ર સાથે ૧૯૭૨ માં બી. એસ. સી. ની પરીક્ષા પાસ કરી. ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૯૭૪ માં વનસ્પતિ શાસ્ત્રમાં પ્લાન્ટ ફિજિયોલોજી સાથે એમ. એસ. સી. કર્યુ. ૧૯૭૫ માં એ. જી. ટીચર્સ કૉલેજમાંથી બી. એડ. ની પરીક્ષા પાસ કરી. ૧૯૭૫ માં એપ્રિલ મહિનામાં અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં જોડાયા. નોકરી સાથે એમ. એડ. કર્યું અને ત્યાર પછી બોટની ડિપાર્ટમેન્ટ ગુજરાત યુનિવર્સિટીમાંથી પી. એચડી. ની ઉપાધિ પણ મેળવી.

ઈસરોમાં તેમણે ઉપગ્રહની તસવીરોની મદદથી જંગલમાં થતું અતિક્રમણ જંગલ પ્રબંધન હંજ ના પ્રજનનનો અભ્યાસ પુરાતત્વીય સ્થળોનો અભ્યાસ કરી દેશભરમાં પ્રથમ વખત પાયાનું કામ કર્યું હતું. મુંબઈ ખાતે બોરીવલીમાં આવેલ સંજય ગાંધી નેશનલ પાર્કમાં અતિક્રમણ શોધી કાઢી મહારાષ્ટ્ર સરકાર વતી મુંબઈ હાઈકોર્ટમાં હાજર રહી ત્રણ કેસ જીતવા માટે મદદરૂપ થયા હતા.

તેમના નામનો સમાવેશ માર્ક્વીસ હૂ ઈઝ હુ ઈન ધ વર્લ્ડ હુ ઈઝ હુ ઈન એશિયા અને હુ ઈઝ હુ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે સતત પાંચ વર્ષો સુધી કરવામાં આવ્યો હતો. પ્રૌઢ શિક્ષા તથા પર્યાવરણ ક્ષેત્રમાં તેમણે કરેલ કામગીરી બદલ તેમને હરિ ઓમ આશ્રમ પ્રેરિત શ્રી પુરાણીજી પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. લોહાણા મહા પરિષદ તરફથી શ્રેષ્ઠ સંશોધનનો એવોર્ડ તેમને નાગપુર ખાતે આપવામાં આવ્યો હતો. ન્યુયોર્ક જૈન સેન્ટરની... આર્થિક સહાયથી ઋષભદેવના નિર્વાણ સ્થાનની શોધ કરવા માટે તે ત્રણ વખત કૈલાસ માન સરોવરની યાત્રા પણ કરી આવ્યા છે. દ્વારકાના સંશોધન કાર્ય માટે રિસીઓસ સંસ્થા તરફથી બોરીવલી મુંબઈ ખાતે આચાર્ય વિજ્ઞાન સુરિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હાલમાં કરુણા ટ્રસ્ટ પાલીતાણા તરફથી લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત હેરિટેજ રિસર્ચ સેન્ટર ગાંધીનગર તરફથી આઈડેન્ટીટી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ધર્મ જાગૃતિ કેન્દ્ર અને ઝાયડસ ફાર્મેઝ અમદાવાદ તરફથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. હાલમાં તે સેન્ટર ફોર ક્લાઈમેટ ચેન્જ એન્ડ ક્લીન ડેવલપમેન્ટ ઈનીશિયેટિવ્ઝના માનદ્ નિયામક તરીકે કાર્યરત છે.

પ્રાઇવસી પોલિસી  |  ટર્મ્સ ઓફ યૂઝ  |  કોમેન્ટ ગાઈડલાઇન