તા.૧૯-૮-૨૦૨૩, શનિવારનાં રોજ માતૃભાષા અભિયાન દ્વારા માતૃભાષા સંવર્ધન પ્રકલ્પ અંતર્ગત એકદિવસીય “ગુજરાતી ભાષા-કૌશલ્ય તાલીમ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમમાં ભાષાતજજ્ઞ તરીકે ડૉ. અરવિંદ ભાંડારી અને ડૉ. પિંકીબહેન પંડ્યાએ વિષયચર્ચા કરી હતી. ડૉ. અરવિંદ ભાંડારી દ્વારા શ્રવણ કૌશલ્ય વિશેની રસપ્રદ માહિતી ઝીણવટપૂર્વક અને સચોટ રીતે આપવામાં આવી. ડૉ.પિંકીબહેન પંડ્યાએ વાચન-લેખન કૌશલ્યની વાત કરતાં 'બાળકોને વ્યાકરણ શીખવવાનું નથી પણ તેની ઉપયોગિતા શીખવવાની છે. ' - તેનુ દિશાસૂચન કરી ભાષાશિક્ષણના કેટલાક મહત્ત્વના પ્રશ્નો દ્વારા ચર્ચા કરી. ગુજરાતના અલગ-અલગ જિલ્લાના ગુજરાતી ભાષાના ૨૦ થી વધારે શિક્ષકો દૂર દૂરથી આ તાલીમમાં હાજર રહ્યા હતા. તેમને આ તાલીમથી ભાષાનાં કૌશલ્યો અને ગુજરાતી વ્યાકરણશિક્ષણ અંગેની ઘણી પાયાની માહિતી મળી. આવી તાલીમો થતી રહે તેવી આશા પણ શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી.