‘ખાંડવાળા ક્રિએટીવિટી ફાઉન્ડેશને’ અંજલિ ખાંડવાળાના સ્મરણાર્થે “અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તાસંગ્રહ પારિતોષિક” વર્ષ - ૨૦૨૨ ની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલાં ત્રણ પારિતોષિક આપવામાં આવ્યાં છે.
“અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તાસંગ્રહ પારિતોષિક” વર્ષ - ૨૦૨૨ વાર્તાસંગ્રહ "ટ્રાયલરૂમ” માટે આપવાનો નિર્ણય થયો છે. આ પારિતોષિકનું મૂલ્ય એક લાખ રૂપિયા છે. તા. ૨૧-૦૯-૨૦૨૩, ગુરુવારનાં રોજ આ એવોર્ડ શ્રી રાકેશ દેસાઈને શ્રી પ્રદિપ ખાંડવાળા, શ્રી રાજેન્દ્ર પટેલ, શ્રી બિપિન પટેલ અને શ્રી કિરીટ દૂધાતનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં સાહિત્યરસિકો હાજર રહ્યાં, સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયંત ડાંગોદરા દ્વારા કરવામાં આવ્યું. શ્રી પ્રદિપ ખાંડવાળાનાં પ્રાસંગિક પ્રવચનથી કાર્યક્રમની શરૂઆત થઈ, ત્યારબાદ અંજલિ ખાંડવાળાની એક વાર્તાનું પઠન શ્રી હિમાલી મજમૂદાર દ્વારા કરવામાં આવ્યું, વિજેતા શ્રી રાકેશ દેસાઈ દ્વારા તેમની વાર્તાનું પઠન થયું. આ એવોર્ડના નિર્ણાયકો શ્રી બિપિન પટેલ અને કિરીટ દૂધાત દ્વારા વાર્તાસંગ્રહની પસંદગી બાબતે સચોટ વક્તવ્ય અને માહિતી આપવામાં આવી.
કાર્યક્રમને આપ પણ નીચે આપેલ લિન્ક દ્વારા માતૃભાષા અભિયાનની યુટ્યૂબ ચેનલથી માણી શકો છો.