માતૃભાષા અભિયાન અંતર્ગત તેમજ પટેલ શારદાબેન ઈન્દુભાઈ ઇપ્કોવાલા ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ૧૬૭મી “બાળસાહિત્ય શનિસભા” (તા.૦૯-૦૩-૨૪)નાં રોજ આયોજિત થઈ હતી.
ગુજરાતી ભાષાના વિકાસ માટે સ્થપાયેલી “માતૃભાષા અભિયાન” સંસ્થા તરફથી બાળસાહિત્યના લેખકોના સર્જનમાં વેગ મળે તથા એનું સંવર્ધન થાય, તેનું સમૂહમાં મૂલ્યાંકન થાય તે આશયથી દર માસના પહેલા અને ત્રીજા શનિવારે “બાળસાહિત્ય શનિસભા”નું આયોજન થાય છે.
સ્થળ :- નિરંજન ભગત મેમોરીયલ ટ્રસ્ટ, પહેલો માળ, આશિમા હાઉસ, એમ.જે લાયબ્રેરીની પાછળ, ઓવરબ્રિજ નીચે, એલીસબ્રીજ.આશ્રમ રોડ, અમદાવાદ.
આજની બેઠકમાં સૌ બાળસાહિત્યકારો દ્વારા તેમના અપ્રકાશિત બાળકાવ્યો અને બાળવાર્તાઓ રજૂ કરવામાં આવ્યાં.
આજની બેઠકમાં બાળસાહિત્યના લેખકોમાં યશવંત મહેતા, સ્વાતિ મેઢ, હસમુખ બોરાણીયા, ક્લેરા ક્રિશ્વિયન પ્રશાંત રાવલ, લોપા ભટ્ટ, બિંદુબેન માધુ, રણછોડભાઈ પરમાર, મનોજ દોશી, વિનય ત્રિવેદી, જીતુભાઈ શાહ,તૃપ્તિ યશો વગેરે બાળસાહિત્યકારોએ પોતાનાં અપ્રકાશિત બાળકાવ્યો, બાળવાર્તાઓ રજૂ કરી, તેની મુક્ત મને ચર્ચા કરી હતી.
આજે રજૂ થયેલ અપ્રકાશિત કૃતિઓમાં બાળવાર્તાઓ, બાળકાવ્યો, શિશુકથા, હાલરડા, વગેરેનો સમાવેશ થયો હતો.