માતૃભાષા અભિયાનની નવી વેબસાઇટમાં આપનું સ્વાગત છે.
 English 

૧૫૯મી બાળસાહિત્ય શનિસભા

તારીખ: ૦૭/૧૦/૨૦૨3
૧૫૯મી બાળસાહિત્ય શનિસભા-1
૧૫૯મી બાળસાહિત્ય શનિસભા-2
૧૫૯મી બાળસાહિત્ય શનિસભા-3
૧૫૯મી બાળસાહિત્ય શનિસભા-4

માતૃભાષા અભિયાન અંતર્ગત તેમજ પટેલ શારદાબેન ઈન્દુભાઈ ઇપ્કોવાલા ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ૧૫૯મી “બાળસાહિત્ય શનિસભા” (તા.૦૭-૧૦-૨૩)નાં રોજ આયોજિત થઈ હતી.

ગુજરાતી ભાષાના વિકાસ માટે સ્થપાયેલી “માતૃભાષા અભિયાન” સંસ્થા તરફથી બાળસાહિત્યના લેખકોના સર્જનમાં વેગ મળે તથા એનું સંવર્ધન થાય, તેનું સમૂહમાં મૂલ્યાંકન થાય તે આશયથી દર માસના પહેલા અને ત્રીજા શનિવારે “બાળસાહિત્ય શનિસભા”નું આયોજન થાય છે.
સ્થળ :- નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ, પહેલો માળ, આશિમા હાઉસ, એમ.જે લાયબ્રેરીની પાછળ, ઓવરબ્રિજ નીચે, એલિસબ્રિજ, આશ્રમ રોડ, અમદાવાદ.

આજની બેઠકમાં સૌ બાળસાહિત્યકારો દ્વારા તેમના અપ્રકાશિત બાળકાવ્યો અને બાળવાર્તાઓ રજૂ કરવામાં આવ્યાં. આજની બેઠકમાં બાળસાહિત્યના લેખકોમાં યશવંત મહેતા, નટવર પટેલ, મનહર ઑઝા, ગિરિમા ઘારેખાન, દીના પંડ્યા, પ્રશાંત રાવલ, રેખાબહેન ભટ્ટ, બિંદુબહેન માધુ, પારૂલબહેન શર્મા વગેરે બાળસાહિત્યકારોએ પોતાનાં અપ્રકાશિત બાળકાવ્યો, બાળવાર્તાઓ રજૂ કરી, તેની મુક્ત મને ચર્ચા કરી હતી. આ સિવાય નવોદિતોમાં દક્ષેશ મહલા ઉપસ્થિત રહ્યાં હતા. આજે રજૂ થયેલ કૃતિઓમાં બાળવાર્તાઓ, બાળકાવ્યો, ઉખાણાં, જોડકણાં વગેરેનો સમાવેશ થયો હતો.

પ્રાઇવસી પોલિસી  |  ટર્મ્સ ઓફ યૂઝ  |  કોમેન્ટ ગાઈડલાઇન